ભારતીય ટીમે વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં વિજય સાથે રમતની મહેફિલનો આરંભ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 3 મેચની વનડે સીરિઝના પહેલા મુકાબલામાં વેસ્ટઈન્ડીઝને 3 રનથી હરાવ્યું છે. આ વિજયના મુખ્ય હીરો શિખર ધવનથી વધુ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વિકેટકીપર સંજૂ સેમસન પણ છે. 97 રનની ઈનિંગ બાદ ધવન પ્લેયર ઓફ ધ મેચ તરીકે ઉભરી આવ્યા હતા. પરંતુ સિરાજે છેલ્લી ઓવરમાં વિન્ડીઝ ટીમને જીતવા માટે 15 રન નહોતા કરવા દીધા અને મેચ પલટી દીધી હતી. અંતિમ ઓવરમાં સેમસને પણ શાનદાર ડાઈવ લગાવીને 4 રન બનાવ્યા હતા. જો સેમસન એમ ન કરી શકેત તો મેચ હાથમાંથી નીકળી જાત.
મેચમાં 309 રનના ટાર્ગેટનો પીછો કરીને વિન્ડીઝ ટીમે 49 ઓવરમાં 6 વિકેટમાં 294 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી અને ક્રીઝ પર રોમારિયો શેફર્ટ 31 તથા અકીલ હુસૈન 32 રન બનાવીને રમી રહ્યા હતા.
ત્યારે અંતિમ ઓવર લઈને આવેલા મોહમ્મદ સિરાજે માત્ર 11 રન બનાવવા દીધા હતા. સિરાજની તે ઓવરમાં માત્ર એક જ બાઉન્ડ્રી (4) લાગી હતી જે શેફર્ટે લગાવી હતી. જોકે જોવા જેવી વાત એ છે કે, વિન્ડીઝ ટીમને અંતિમ 2 બોલમાં 8 રનની જરૂર હતી.