દેશનાં 15માં રાષ્ટ્રપતિની ચૂંટણીની મત ગણતરી આજે યોજાઈ હતી. જેમાં એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવારને ભારે મત મળતા તેમના વિજયની જામનગર શહેર ભાજપા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર શહેર ભાજપા દ્વારા એક બીજાના મો મીઠા કરાવી ફટાકડા ફોડી રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ ના વિજયની ઉજવણી કરાઈ હતી. આ તકે જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન વસંત ગોરી તથા આકાશ બારડ, ભાવિશાબેન ધોળકિયા સહિતના ભાજપાના અગ્રણીઓ-હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.