જામનગર શહેરમાં ખોડિયાર કોલોની પોલીસચોકીમાં ફરજ બજાવતાં હેકો.ને એસીબીની ટીમે લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતાં જાગૃત જાગરિકને દેશી દારૂનો નાનો કેસ બતાવી હેરાન પરેશાન અને તંગ ન કરવા માટે જામનગરની ખોડિયાર કોલોની પોલીસ ચોકીમાં હેકો. તરીકે ફરજ બજાવતા કેતનગીરી રતનગીરી ગોસ્વામી દ્વારા જાગૃત નાગરિક પાસેથી રૂા.40,000ની લાંચ માંગી હતી. અને રકઝકના અંતે રૂા.23,000 આપવાનું નકકી કર્યું હતું.
દરમ્યાન જાગૃત નાગરિકે આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે રાજકોટ એસીબીના મદદનીસ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર તથા સ્ટાફે આજે છટકુ ગોઠવીને જામનગરમાં હનુમાન ટેકરી દશમાઁ ના મંદિર પાછળ ખુલ્લા ફાટક પાસેથી હેકો.કેતનગીરી ગોસ્વામીને રૂા.23,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.