જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાના પ્રારંભ બાદ કોરોના મહામારીનું સંક્રમણ ફરીથી વકરતું જાય છે. રાજયમાં પણ કોરોના સતત વકરતો જાય છે. ઉપરાંત જિલ્લામાં શરદી-ઉધરસના વાયરલ રોગોનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન શહેરમાં 19 અને જિલ્લામાં બે મળી કુલ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
હાલ ચોમાસાની સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે તેની સાથે સાથે કોરોના સંક્રમણ સતત વકરતું જાય છે. રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યોે છે. રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતું જાય છે અને છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 19 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે જિલ્લામાં વધુ બે દર્દીઓના પરીક્ષણ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 21 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમણની સાથે વાયરલ રોગોનું પ્રમાણ પણ અનેકગણું વધી ગયું છે. જેમાં શરદી-ઉધરસ-તાવ તો સામાન્ય થઈ ગયા છે. દરેક ઘરમાં એક કે બે લોકોને શરદી-ઉધરસના વાયરલમાં ઝપડાયા છે. રોગચાળો વકરવા પાછળ વરસાદી માહોલ મુખ્ય કારણ છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીને જો કે, ગંભીર અસર થતી નથી. જેના કારણે તંત્રએ રાહત અનુભવી છે.