જામનગર તાલુકાના સિકકા ટીપીએસમાં ફરજ બજાવતાં ડીજીએમને માર્ચ 2019માં એસીબીની ટીમે કોન્ટ્રાકટર પાસેથી રૂા.36,600ની લાંચ લેતાં ઝડપી લીધાં બાદ એસીબીની ટીમે ડીજીએમ વિરૂધ્ધ સતાના દુરપયોગનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના સિકકા સ્થિત ટીપીએસમાં તત્કાલીન ડે.જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા કલ્પેશ બી.જરીવાલાએ વીઆઇપી ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ હાઉસમાં હાઉસ કિપીંગના કોન્ટ્રાકટ આપવા માટે જુદાં-જુદાં સમયે કોન્ટ્રાકટર પાસેથી રૂા.36,600ની લાંચ મેળવી અને ગેરકાયદેસર રીતે હોટલ બુક કરાવી રાજસેવક તરીકેના હોદાનો દુરપયોગ કર્યો હતો. આ સંદર્ભેની તપાસ બાદ જામનગર એસીબીની ટીમે કલ્પેશ જરીવાલા વિરૂધ્ધ ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ સને 1998(સુધારો 2018)ની કલમ 7 (એ), 13(1)(એ) તથા 13(2) મુજબનો આજે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.