Friday, December 27, 2024
Homeરાજ્યજામનગર544 આવાસ યોજના માટેમાં ફોર્મ ભરવાની મુદતમાં સપ્તાહનો વધારો

544 આવાસ યોજના માટેમાં ફોર્મ ભરવાની મુદતમાં સપ્તાહનો વધારો

- Advertisement -

જામનગરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ નિર્માણ પામનારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 544 આવાસો માટે અરજી ફોર્મ ભરીને પરત કરવાની મુદતમાં જામ્યુકો દ્વારા એક સપ્તાહનો વધારો કરવામાં આવ્યો છે. હવે 27 જુલાઇ સુધી એચડીએફસી બેંકની જોગર્સપાર્ક પાસેની મુખ્ય શાખામાં ફોર્મ જમા કરાવી શકાશે.

- Advertisement -

ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે જામ્યુકો દ્વારા પોલીસ હેડકવાર્ટર પાછળ સાડા પાંચ લાખની કિંમતના ફલેટ ધરાવતાં 544 આવાસ માટેના ફોર્મનું વિતરણ 18 જુનથી શરૂ કરવામાં આવ્યું હતું અને 20 જુલાઇ સુધીમાં આ ફોર્મ ભરીને પરત કરવાના હતાં. જામ્યુકોની આ યોજનાને ખુબ બહોળો પ્રતિસાદ મળ્યો છે. 16 જુલાઇ સુધીમાં કુલ 8370 અરજી ફોર્મનું વેચાણ થયેલ છે. જે પૈકી 2061અરજી ફોર્મ પરત બેંકમાં જમા કરવામાં આવેલ છે. હજુ પણ મોટી સંખ્યામાં અરજદારો ફોર્મ ભરી શકયા ન હોય. ફોર્મ ભરવાની આખરી મુદતમાં એક સપ્તાહનો વધારો કરવામાં આવ્યો છે. હવે 20 જુલાઇને બદલે 27 જુલાઇ સુધી ફોર્મ ભરીને રૂા.20,000ના ડ્રાફટ સાથે જમા કરાવી શકાશે. 21જુલાઇથી આ યોજનાના ફોર્મ મળી શકશે નહી. તેમ જામ્યુકોના સીટી ઇજનેર તરફથી જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular