જામનગરના કરશનભાઈના ચોકમાંથી પોલીસે રેઇડ દરમ્યાન સાત શખ્સોને 26,100ની રોકડ સાથે ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જામનગરના બજરંગપુર ગામમાં તીનપત્તી નો જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે 10,210ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જામજોધપુરના સતાપર ગામમાંથી ચાર મહિલાઓ સહીત પાંચ શખ્સો તીનપતી નો જુગાર રમતા ઝડપાયા હતા. જામજોધપુરના લીમડા ચોકમાંથી એક શખ્સ વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતો ઝડપાયો હતો.આ જ વિસ્તારમાંથી એક શખ્સને 830ની રોકડ સાથે વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતો ઝડપાયો હતો. જામજોધપુરના ગીંગણી ગામમાંથી પોલીસે 650ની રોકડ સાથે એક શખ્સ ને વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતો ઝડપાયો હતો. જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી સીટી સી પોલીસે એક શખ્સને રૂ10,300ની રોકડ સાથે વર્લી મટકાના આંકડા લખતો ઝડપી લીધો હતો. જામનગરના જાંબુડા ગામ માંથી તીનપત્તી નો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે 10,230ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ,
- પ્રથમ દરોડો જામનગર શહેરમાં દેવુભાના ચોકની બાજુમાં કરશનભાઈના ચોક પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ પોલીસે રેઇડ દરમ્યાન પ્રવીણ હીરજી રાઠોડ, નવીન ભીમજી ચાવડા, કુલદીપ અશ્વિન ચૌહાણ, વિજય નવીન ચાવડા, પૂર્વેશ હેમંત રાઠોડ, વિશાલ જીતેન્દ્ર ચુડાસમા તથા ભાવેશ ચંદ્રકાન્ત ચાવડા નામના સાત શખ્સોને રૂ 26,100ની રોકડ તથા ઘોડી પાસા સાથે ઝડપી લીધા હતા.
- બીજો દરોડો જામનગરના બજરંગપુર ગામમાં ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ એ પોલીસે રેઇડ દરમ્યાન પ્રવીણ મગન સદાદીયા, રામજી ધનજી ચાંગાણી, કારું હંસરાજ વઢરુકિયા, મગન મોહન બોરસદીયા, ભરત મગન સદાદીયા, રજાક કરીમ સાહમદાર, વિનોદ હંસરાજ વઢરુકીયા, કિશોર શાંતિલાલ ઠાકર નામના આઠ શખ્સોને રૂ 10,210ની રોકડ તથા ગંજીપત્તા સાથે ઝડપી લઈ જુગાર ધારાહેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
- ત્રીજો દરોડો, જામજોધપુરના સતાપર ગામમાં ભરડીયાની ધાર પાસે આવેલ ખોળમિલની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન રસિક કુભાભાઈ સરવૈયા તેમજ ચાર મહિલાઓને રૂ 2860ની રોકડ સાથે ઝડપી લઇ નોટીસ આપી હતી.
- ચોથો દરોડો જામજોધપુરમાં લીમડાચોક વિસ્તારમાંથી પોલીસે રેઇડ દરમ્યાન બસીર અહેમદ સમા નામના શખ્સને રૂ 860ની રોકડ સાથે વર્લી મટકાના આકડા લખી જુગાર રમતો ઝડપી લીધો હતો.
- તેમજ પાંચમો દરોડો આ જ વિસ્તારમાંથી અમિત ઉર્ફે લાલો કાન્તિલાલ દેલવાડીયા નામનો શખ્સરૂ 830ની રોકડ તથા 7000ની કિમતના મોબાઈલ ફોન સહીત કુલ રૂ 7830 ના મુદ્દામાલ સાથે વર્લી મટકાના આકડા લખી જુગાર રમતો ઝડપાયો હતો.
- છઠો દરોડો જામજોધપુરમાં ગીંગણી જકાતનાકા પાસે જાહેરમાં વર્લીમટકાના આકંડા લખી જુગાર રમતો ખાલીદ હુશેન કટારીયા નામનો શખ્સ રૂ 650ની રોકડ સાથે ઝડપાયો હતો. તેમજ કપાત લેનાર રફીક કાદર કટારીયાની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી હતી.
- સાતમો દરોડો જામનગરમાં શંકર ટેકરી હુશેની ચોકમાંથી સીટી સી પોલીસે એજાજ જહૂર મલેક નામના શખ્સને રૂ 10,300ની રોકડ સાથે જાહેરમાં વર્લી મટકાના આકડા લખી જુગાર રમતો ઝડપી લીધો હતો.
- આઠમો દરોડો, જામનગરના જાંબુડાગામમાં રામદેવપીરના મંદિરની બાજુમાં જાહેરમાં તીનપતી નો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન જુગાર રમતા ગૌતમ બાબુભાઈ સોલંકી, કમા ગોવિંદ હિરાણી, સંજય મનુ પરમાર,મનુ દેવા ખીમસુરીયા, પ્રકાશ દેવા ખીમસુરીયા, ઉકાભાઈ મેઘાભાઈ ખીમસુરીયા, જીવણ રામભાઈ ભાન નામના સાત શખ્સોને રૂ 10,230ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધા હતા.