Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં શંકાસ્પદ કેફી પીણાની બોટલોનો તોતિંગ જથ્થો ઝડપાયો

ખંભાળિયામાં શંકાસ્પદ કેફી પીણાની બોટલોનો તોતિંગ જથ્થો ઝડપાયો

રૂ. 26.13 લાખનો મુદ્દામાલ કબજે :બે શખ્સો સામે કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા શહેરમાં કેટલાક સમયથી ચોક્કસ વિસ્તારમાં આયુર્વેદ પીણાના નામે કેફી પીણાનું વેચાણ કરવામાં આવતું હોવા અંગે અહીંના ડીવાયએસપી સ્ટાફ દ્વારા કાર્યવાહી કરી અને એક એજન્સીમાં દરોડો પાડીને રૂ. 26.13 લાખની કિંમતની નશાકારક મનાતી 18 હજાર જેટલી બોટલ કબજે કરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એ.એસ.આઈ. જસ્મીનભાઈ ઝીંઝુવાડીયા, ઓમદેવસિંહ જાડેજા તથા પારસભાઈ અસવાર દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન અત્રે બજાણા-ચોખંડા રોડ પર ભગવતી હોલની બાજુમાં આવેલા આવેલી શ્રીજી સેલ્સ એજન્સી નામની દુકાનમાં ચેકિંગ કરતા આ સ્થળેથી આયુર્વેદ પ્રકારની પરંતુ કેફી મનાતી કેટલીક બોટલો સાંપડી હતી. જે અંગે પોલીસને શંકા જતા આ બોટલોમાં નશાકારક કેફી પીણું હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ સેલ્સ એજન્સીમાં પૂછપરછ દરમિયાન અહીંના નારણ ખીમા જામ તથા રાકેશ ડાયાલાલ સચદેવ દ્વારા તેમના અત્રે ચાર રસ્તા વિસ્તારમાં રાખવામાં આવેલા ગોડાઉનમાંથી નશાકારક મનાતા કેફી પીણાની જુદી જુદી બ્રાન્ડની 17,872 બોટલ મળી આવી હતી.

- Advertisement -

આથી પોલીસે રૂપિયા 26,13,460 નો મુદ્દામાલ કબજે કરી, આ પીણાના સેમ્પલ લેબોરેટરી તપાસ અર્થે મોકલાવી, આગળની તપાસ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ.ને સોંપવામાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular