જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં નાગરિકનું રોકડ રૂપિયા ભરેલુ કવર પડી જતાં સિક્યોરીટી ગાર્ડ દ્વારા મુળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું.
ગત તા. 12 જુલાઇના રોજ જામનગર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં નોકરી કરતાં અમૃતલાલ રાઠોડનું રૂા. 30,000ની રોકડનું કવર જન્મ-મરણ શાખામાં પડી ગયું હતું. આ અંગે જામનગર મહાનગરપાલિકામાં આદિત્ય સિયક્યોરીટી સર્વિસમાં ગાર્ડ હસમુખભાઇ કંસારાને મળતાં જન્મ-મરણ શાખાના અધિકારી વસંતભાઇ ભદ્રાને સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમણે જામનગર ટ્રાન્સપોર્ટના માલિકને જાણ કરી તેમનું કવર પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું. જન્મ-મરણ શાખા દ્વારા સિક્યોરીટી ગાર્ડનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.