જામનગર જિલ્લાના દરેડ ગામના જુના રે.સ.નં. 60 પૈકી 1 જેના નવા રે.સ.નં. 131 તથા 132ની જમીન ઉપર ન્યુ દરેડ નોન ટ્રેડીંગ કોર્પોરેશન (સૂચિત)ના નામથી જમીનમાં લે આઉટ પ્લાન નકશો બનાવી જમીનમાં કુલ 179 પ્લોટો પાડી અને સોસાયટી બનાવવામાં આવી હતી. જે સામે સરકાર દ્વારા જમીન પચાવી તથા સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો કરી રહેણાંકના મકાનો અને ઓફિસો અને દુકાનોનું બાંધકામ કરી સરકારી જમીનમાં કબજો કરી લીધેલ તે મતલબની લેન્ડ ગ્રેબ્રિંગ એકટ મુજબની 111 આસામીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.
આ ફરિયાદમાં લેન્ડ ગ્રેબ્રિંગના કાયદાને ચેલેન્જ કરતી પિટિશન આમદભાઇ જુસમભાઇ અખાણી વિગેરે 18 જણા દ્વારા દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે લેન્ડ ગ્રેબ્રિંગ મુજબની ઉપરોક્ત ફરિયાદ સ્ટે કરી હતી. આ કેસમાં 18 આસામીઓ તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પ્રેમલભાઇ રાચ્છ, પરેશ એસ. સભાયા રોકાયા છે.