જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આજરોજ ગુરૂ પુર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂ પુજન સહિતના કાર્યક્રમો દ્વારા લોકોએ ગુરૂના આર્શિવાદ મેળવ્યા હતાં.
સરસ્વતી શીશુમંદિર શૈક્ષણિક સંકુલ કાલાવડમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભગવા ધ્વજ તેમજ સરસ્વતી માતાનું પૂજન કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.