જામનગર શહેરમાં ગઇકાલે આખી રાત મેઘરાજાનો મુકામ રહ્યો હતો. સતત વરસી રહેલાં વરસાદને પરિણામે જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતાં. જામનગર શહેરમાં વોર્ડ નં.1માં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. જેને લઇ વોર્ડ નં.1ના સામાજીક કાર્યકર અનવર સંઘાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિશનરને આ અંગે રજૂઆત કરી હતી.
કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી મોકલી વિસ્તારમાં સફાઇ હાથ ધરાવી હતી. તેમજ જામનગર મહાનગર પાલિકાની ટીમ તથા એસઆઇને પણ મોકલી કાર્યવાહી કરાવી હતી.