જામનગરમાં ચોમાસાના પ્રારંભે જ મઠફળીમાં એક મકાન તૂટી પડવાની ઘટના બાદ આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના વોરાવાડ વિસ્તારમાં ત્રણ માળનું જર્જરીત મકાન તોડી પાડવા કામગીરી હાથ ધરી હતી.
એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોઇ ગંભીર દુર્ઘટનાનું નિર્માણ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ જર્જરીત મકાન તોડવા કાર્યવાહી કરી હતી.