Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરછ જુગાર દરોડામાં 23 શખ્સો ઝડપાયા, 12 શખ્સો ફરાર

છ જુગાર દરોડામાં 23 શખ્સો ઝડપાયા, 12 શખ્સો ફરાર

કાલાવડમાં રૂા. 13490ની રોકડ સાથે સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા : શેઠવડાળામાંથી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લેતી પોલીસ : કાલાવડમાં તિનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા : કાલાવડમાંથી વર્લીબાજ ઝડપાયો, 30050ની રોકડ સહિત 55050નો મુદામાલ કબજે : જામનગર શહેરમાં કાલાવડનાકા બહાર એકીબેકીનો જુગાર રમતા બે શખ્સો ઝબ્બે : સપડા ગામની સીમમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા : ઘોડીપાસાના જુગારમાં પાંચ શખ્સો અને વર્લીમટકાના જુગારમા સાત શખ્સોની શોધખોળ

- Advertisement -

કાલાવડમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂા. 13,490ની રોકડ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. શેઠવડાળાના લલોઇ ગામની ગ્રામપંચાયત પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા. 3460ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડમાં રામાપીરના મંદિરની પાછળ જાહેરમાં જુગાર તિનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે 2850 રૂા.ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડમાં મુળીલા ગેઇટ પાસે જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે રૂા. 30050ની રોકડ સહિત કુલ રૂા. 55050ના મુદ્માલ સાથે ઝડપી લઇ વધુ સાત શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. જામનગરમાં કાલાવડનાકા બહાર પટ્ટણીવાડમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સોને રૂા. 1710ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. સપડા ગામની સીમમાં જાહેરમાં પોલીસે ત્રણ શખ્સોને રૂા. 11630ની રોકડ સાથે ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપી લઇ પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડમાં કાશ્મિરપરા ઇમામના ઓટા પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અઝવાળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન જાહીદ હારૂન સમા, અલ્તાફ અલ્લારખા રાઉમા, સલીમ ઉર્ફે અલ્લારખા ઉંમર ઉર્ફે ભીખા ચૌહાણ, મહમદ હબીબ સમા, સોહિલ અઝીઝ ઘાડા, કાસમ અલ્લારખા સમા તથા યુનુસ ઉંમર ચૌહાણ નામના સાત શખ્સોને રૂા. 13490ની રોકડ સાથે તિનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં.

બીજો દરોડો જામજોધપુરના શેઠવડાળામાં લલોઇ ગામની ગ્રામ પંચાયતની બાજુમાં જાહેર રોડ ઉપર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રિયાઝ હબીબ ખુરેશી, સદામ ઇબ્રાઇમ હિંગોરા, સુવાલી ઇસ્માઇલ ખુરેશી, લાખા પાલા ખરા, શરીફ ગુલમામદ ખુરેશી નામના છ શખ્સોને રૂા. 3460ની રોકડ સાથે તિનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો કાલાવડમાં રામાપીરના મંદિરના પાછળના ભાગે જાહેરમાં તિનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન લાલજી વિરુ વરણ, રાહુલ મુકેશ વરણ, ચિરાગ વિનોદ મકવાણા, મુકેશ કરશન વરણ તથા કૌશિક છગન વરણ નામના પાંચ શખ્સોને રેઇડ દરમિયાન રૂા. 2850ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો કાલાવડના મુળીલા ગેઇટ પાણીના ટાંકા પાસે જાહેરમાં વર્લીમટકાના આકડા લખી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન યાસિન ઉર્ફે ભુરો હારુન ગફાર પારેડા નામના શખ્સને રૂા. 30050ની રોકડ, રૂા. 5000નો મોબાઇલ ફોન, રૂા. 20,000ની કિંમતનું મોટરસાયકલ તથા વર્લીમટકાનું સાહિત્ય મળી કુલ રૂા. 55050ના મુદ્ામાલ સાથે વર્લીના આકડા લખતો ઝડપી લીધો હતો. તેમજ હિદાયત મેમણ, મોન્ટુ પિંજારા, વસીમ પિંજારા, રાજા મેમણ, નયન કાજી, સમીર પિંજારા, અઝિમ સહિત કુલ સાત શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો જામનગર શહેરમાં કાલાવડનાકા બહાર પટ્ટણીવાડ સદામ રેસ્ટોરન્ટની બાજુમાં ઓટલા પર જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીના આકડા બોલી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે અકબર ઇકબાલ અલી મીનાણી તથા રાજેશ પ્રેમજી સોમૈયા નામના બે શખ્સોને રૂા. 1710ની રોકડ સાથે એકીબેકીનો જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

છઠ્ઠો દરોડો જામનગરના સપડા ગામની સીમમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ-એ પોલીસે હિતેશ ઉર્ફે સન્ની રમેશ રાઠોડ, ભીખુ ઉર્ફે પ્રભુ અમૃતલાલ લીંબડ, સમીર ઉર્ફે લચ્છી હસન ઠાસરીયા નામના ત્રણ શખ્સોને રૂા. 11630ની રોકડ સાથે ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. તેમજ વસીમ મલીક, નઝીર ઉર્ફે દારુ પિંજારા, જયરાજસિંહ મોહબતસિંહ પિંગળ તથા જયેશ ઉર્ફે જયલો સવાસરીયા નામના પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી કુલ આઠ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular