જામનગર શહેરમાં શંકરટેકરીના વલ્લભનગર વાલ્મિકી વાસમાં આવેલા ગરબીચોકમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઈન માટે ખોદેલો મોટો ખાડામાં આજે વિપક્ષના નેતાએ ઉતરીને વિરોધ દર્શાવ્યો છેલ્લા બે મહિનાથી આ ખાડો પૂરતા ન હોવાના કારણે વિસ્તારના રહેવાસીઓએ વિપક્ષના નેતાને બોલાવી વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદ વિપક્ષના નેતાએ કોન્ટ્રાક્ટરને ફોન કરી સૂચના આપી હતી કોન્ટ્રાક્ટર દ્વારા બે દિવસમાં ખાડો બુરી દેવાની ખાતરી આપી છે જો આ ખાડો નહિ બુરાય તો વિપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા કોર્પોરેશનમાં ધારણા કરવાની ચમકી આપી હતી.