Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવડાપ્રધાન વારાણસીને આપશે રૂા.1774 કરોડના કામોની ભેટ

વડાપ્રધાન વારાણસીને આપશે રૂા.1774 કરોડના કામોની ભેટ

પીએમ મોદી 43 પ્રોજેક્ટસની આપશે ગિફ્ટ : વારાણસીમાં 4 થી 5 કલાક વિતાવશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં યુપી વિધાનસભા ચૂંટણી જીત્યાના લગભગ 4 મહિના બાદ આવી રહ્યા છે. આજે તેઓ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં લગભગ 4 થી 5 કલાક વિતાવશે અને ત્રણ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે તેઓ એક જનસભાને પણ સંબોધિત કરવાના છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા અક્ષયપાત્ર મધ્યાહન ભોજનનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ એલટી કોલેજ, ઓર્ડરલી બજાર ખાતે છે. ત્યારબાદ રૂદ્રાક્ષ અખિલ ભારતીય શિક્ષણ પરિષદના કાર્યક્રમમાં ભાગ લેવા જશે. જ્યાં તેઓ દેશના શિક્ષણવિદોની વચ્ચે પોતાની વાત રાખશે. ત્યાર પછી છેલ્લો કાર્યક્રમ ડો.સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સિગ્રામાં છે. જ્યાં પીએમ મોદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે અને જનસભાને પણ સંબોધિત કરશે. જાહેર સભામાં 20000 થી 25000 લોકો ભાગ લેશે.

પીએમ મોદી અહીંથી તમામ 43 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. જેની કુલ કિંમત 1774.34 કરોડ રૂપિયા છે. જેમાં જલ મિશન યોજના હે ઠળ 68 ગામોમાં વિકાસ કાર્ય, વારાણસી-ભદોહી રોડને પહોળો કરવો, લહરતારાથી ઇકઠ સુધી છ લેન રોડનું નિર્માણ, ઇઇંઞથી વિજયા સિનેમા, વિશ્વ બેંક દ્વારા સારનાથના પ્રવાસન વિકાસનો સમાવેશ થાય છે. આવા ઘણા પ્રોજેક્ટ છે જેનું ઉદ્ઘાટન કરવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે. આ યાદીમાં પિન્દ્રા વારાણસી ખાતે ફાયર સ્ટેશનનું બાંધકામ, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં વૈદિક સાયન્સ સેન્ટર ફેઝ-2નું નિર્માણ કાર્ય, લહરતારા શિવપુર રોડ પર વરૂણા નદી પર પુલનું બાંધકામ, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના મધ્યાહન ભોજન રસોડાનું નિર્માણ કાર્ય સામેલ છે. સરકારી વૃદ્ધ અને વિકલાંગ મહિલા ગૃહ દુર્ગાકુંડ વારાણસીમાં થીમ પાર્કનું નિર્માણ કાર્ય સામેલ છે. પીએમ મોદી આજે વારાણસી આવ્યા છે તેથી તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડીએમએ કહ્યું કે તેલંગાણામાં પીએમ મોદીએ કાળા ફુગ્ગા બતાવવાની ઘટના બાદ પીએમની સુરક્ષા માટે માત્ર વારાણસીથી જ નહીં પરંતુ નજીકના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. તેમને રૂફ ટોપ ડ્યુટી પણ આપવામાં આવી છે. પ્રોગ્રામમાં પ્રવેશ સીરીયલ નંબરથી કરવામાં આવશે જે કાર્ડ પર પહે લાથી જ નોંધાયેલ હશે. ઓળખ માટે પક્ષના 10 અને નાગરિક સંરક્ષણના 10 લોકો હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular