Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સઇંગ્લેન્ડ સામેના ટેસ્ટમાં પંતની શાનદાર સદીથી ભારત મજબૂત સ્થિતિમાં

ઇંગ્લેન્ડ સામેના ટેસ્ટમાં પંતની શાનદાર સદીથી ભારત મજબૂત સ્થિતિમાં

જામનગરના જાડેજાનો જલવો, 83 રને રમતમાં પંત અને જાડેજાની મહત્વની ઇનિંગ

- Advertisement -

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં રમાઈ રહેલા 5મી ટેસ્ટનો પહેલો દિવસ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 338 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન ઋષભ પંતે બનાવ્યા તેને 146 રનની શાનદાર ઈનિંગ રમી. રવિન્દ્ર જાડેજા 83 રન પર નોટઆઉટ છે. પ્રથમ દિવસ પંતનાનામે રહ્યો હતો. જ્યારે આજે જાડેજાની સદી પર બધાની નજર છે.

- Advertisement -

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પંતે ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ટ તોડી નાખ્યો છે. તેણે ભારતીય વિકેટકીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી ઝડપી સદી ફટકારી છે. પંતે તોફાની બેટિંગ કરતા 51 બોલમાં અડધી સદી પૂરી કરી દીઘી હતી અને 89 બોલમાં સદી કરી હતી. ઈંગ્લેન્ડની ધરતી પર તેની આ બીજી સદી છે. તે 19 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 111 બોલમાં 146 રન બનાવી આઉટ થયો હતો. પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 7 વિકેટના નુકસાને 338 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 83 અને મોહમ્મદ શમી શૂન્ય રને રમતમાં હતા. ઈરફાન પઠાણે પણ પંતના ખૂબ વખાણ કર્યા તેમણે લખ્યુ ઋષભ પંત અને ટેસ્ટમાં તેમનો પંચ ચાલુ છે. તેમને સુપર સ્ટાર કહેવાનુ કારણ સામે છે. હરભજન સિંહે ટવીટ કરી કહેલ જ્યારે ટીમને સૌથી વધારે જરૂર હતી અને સદી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં લઇ ગયો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular