લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતાં યુવાનને દારૂ પીવાની કૂટેવ હોય અને અવાર-નવાર પત્ની સાથે ઝઘડા કરતો હોવાથી પત્નીએ સમજાવ્યાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામના વાડી વિસ્તારમાં રહેતાં વિજયસિંહ જોરૂભા જાડેજા નામના યુવાનને દારૂ-પીવાની કૂટેવ હોય અને અવાર-નવાર દારૂ પી ઘરે આવી તેની પત્ની વિજયાબા સાથે બોલાચાલી કરતાં હતાં. તેમજ ગુરૂવારે રાત્રિના દારૂ પી ને ઘરે આવતા પત્નીએ પતિને સમજાવતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનું મનમાં લાગી આવતા વિજયસિંહએ શુક્રવારના સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં રસ્તામાં જ યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રેવતુભા જાડેજા દ્વારા જાણ કરાતા હેકો જે.ડી.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.