ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતાં દેવીપૂજક પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા કપમાં રાખેલું કેરોસીન પી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી માટલી ગામના વતની અને હાલ ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવિનભાઈ હસમુખભાઈ રાઠોડ નામના યુવાનની પુત્રી નિશાબેન રાઠોડ (ઉ.વ.1.6) નામની બાળકી બુધવારે સવારના સમયે તેના ઘરે રમતી હતી ત્યારે ચુલો સળગાવવા માટે કપમાં રાખેલું કેરોસીન પી જતાં તબિયત લથડતા બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે શુક્રવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા ભાવિનભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.