જામનગર શહેરમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના રોડ પર યુવાને કોઇકારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા અહીંની સરકારની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર આવેલ વિશાલ હોટલની સામેની ચેમ્બર કોલોનીમાં અમરનાથ મહાદેવની મંદિરની બાજુમાં રહેતા શૈલેષગીરી દયાગીરી ગોસ્વામી (ઉ.વ.40) નામના યુવાને શુક્રવારે બપોરના સમયે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાસેના જાહેર રોડ પર કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે શુક્રવારે મધ્યરાત્રિના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ વિજયગીરી દ્વારા કરાતા પીએસઆઈ એ.બી.સપિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી.