જામનગરમાં વર્ષ 2016માં સગીર બાળકીને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વર્ષ 2016માં ફરિયાદી (ભોગ બનનાર બાળકીના પિતા)એ જામનગર ખાતે ફરિયાદ જાહેર કરેલ કે, તેમના ઘરમાં કડિયા કામ કરવા આવતાં આરોપી મયૂરસિંહ ચતુરસિંહ વાઘેલા દ્વારા તેમની દિકરીને ઘરમાં કિડનેપ કરી અને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અને બદઇરાદા સાથે પોતાના સાથે લઇ ગયા હતાં. જે ફરિયાદ દાખલ થતાં આરોપીની અટક કરવામાં આવી હતી અને ભોગ બનનારને મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવેલ અને તેમાં ભોગ બનારે એવી હકીકત જાહેર કરેલ કે ‘આરોપી સાથે પ્રેમ સંબંધ હોય અને આરોપી ઘરમાં કડિયાકામ કરવા માટે આવતો હોય અને આરોપીએ મોબાઇલ ફોન ભોગ બનારને આપી અને તેમના સાથે રોજેરોજ ફોનમાં વાત કરો અને લગ્ન કરવા માટે જણાવતતો જેથી તેમની વાતમાં આવી જઇ અને આરોપીએ તેમને બોલાવેલ તે સ્થળે ઘરેથી નિકળી અને ચાલી ગઇ હતી. આરોપીએ તેમના સંબંધીને ત્યાં લઇ જઇ અને રાત્રીના સમય દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યો હતો અને બીજા દિવસે આરોપીએ જણાવેલ કે, તારી ઉંમર ઓછી છે તારા ઘરે ચાલી જા તેવું જણાવી અને આરોપી ચાલ્યો ગયો હતો. આ સમગ્ર કેસ અંગે તપાસ થયેલ અને અદાલતમાં બાળકની ઉંમર 16 વર્ષની હોવાથી સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તમામ દલાીલો અને ચાર્જશીટ તથા પુરાવા અને જુબાની ધ્યાને લઇ અને સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા આરોપી તરફે થયેલ દલીલો ધ્યાને લઇ અને આરોપી મયૂરસિંહ ચતુરસિંહ વાઘેલાના નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશ મુછડીયા રોકાયેલા હતાં.