જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં રહેતાં શખ્સના મકાનમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.4 હજારની કિંમતના દારૂના 40 નંગ ચપટા મળી આવતા બે શખ્સોની ધરપકડ કરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.9 ના છેડે શાંતિનગર શેરી નં.4 માં રહેતા વિજયસિંહ હરિસિંહ જેઠવાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.4 હજારની કિંમતના 40 નંગ દારૂના ચપટા મળી આવતા પોલીસે વિજયસિંહ અને દારૂ સપ્લાય કરનાર વૈભવ રમેશ ચતવાણી નામના બે શખ્સોને ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.