\જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતભાઇ ખવા દ્વારા સક્ષમ ગામ, સક્ષમ વિસ્તાર અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરુપે જામજોધપુર તાલુકાના ગિંગણી તેમજ સિદસર ગામની મુલાકાત લીધી હતી. ગિંગણી ગામે ગાયત્રી મંદિરના દર્શન કરી સરકારી શાળાની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા નોટબુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ ઉ5રાંત સિદસર ગામે પણ સરકારી શાળામાં સ્કૂલ બેગ તથા નોટબુક વિતરણ કરાયું હતું. આ તકે હેમતભાઇ ખવાની સાથે ગિંગણીના ઇસ્માઇલભાઇ સિડા, બોદાભાઇ, ભીખાભાઇ, ક્રિપાલસિંહ વાળા, પ્રતાપસિંહ વાળા, અરવિંદભાઇ, સિદસરના પ્રતાપસિંહ વાળા, હરદેવસિંહ વાળા, કિશોરભાઇ અમૃતિયા, સંજયભાઇ મહેતા, માધાભાઇ માણાવડરીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.