કોરોના રોગચાળાને કારણે, વર્ષ 2020 અને 2021માં માત્ર સાઉદી અરેબિયાના રહેવાસીઓને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે કુલ 79,237 ભારતીય હજયાત્રીઓ હજમાં ભાગ લેશે. સેન્ટ્રલ હજ કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જાવિદ કલંગડેના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 47,114 ભારતીય હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા છે.
સાઉદી અરેબિયાએ આ વર્ષે 10 લાખ મુસ્લિમોને હજ કરવાની મંજૂરી આપી છે. સાઉદી અરેબિયા ફરી એકવાર 2019 પછી પહેલીવાર વિદેશી હજ યાત્રીઓનું સ્વાગત કરી રહ્યું છે. કોરોના રોગચાળાને કારણે, વર્ષ 2020 અને 2021 માં ફક્ત સાઉદી અરેબિયાના રહેવાસીઓને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાના હજ મંત્રાલયના નિવેદન અનુસાર, રવિવાર રાત સુધીમાં 2 લાખ 66 હજાર હાજી પવિત્ર શહેરો મક્કા અને મદીના શરીફ પહોંચ્યા હતા.
સાઉદી પ્રેસ એજન્સી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં 171,606 શ્રદ્ધાળુઓ મદીનાથી મક્કા માટે રવાના થયા છે, જયારે 95,194 હજુ પણ પવિત્ર શહેરમાં છે. આ વર્ષે કુલ 79,237 ભારતીય હજયાત્રીઓ હજમાં ભાગ લેશે. સેન્ટ્રલ હજ કમિટીએ 56,637 શ્રદ્ધાળુઓને હજ યાત્રા પર જવાની મંજૂરી આપી છે. દરમિયાન 22600 હજ યાત્રીઓ હજ ગ્રુપ ઓર્ગેનાઈઝર્સ (1003) દ્વારા સાઉદી અરેબિયા પહોંચશે.