ચોરી અને લુંટફાટના અનેક ગુનાઓને અંજામ આપી ચુકેલી ચીખલીકર ગેંગને પકડવા પોલીસે વ્યસ્થિત તૈયારી કરી હતી. રોડ પર આડા વાહનો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સુરતના બારડોલી પાસેના ચાર રસ્તા પાસેથી ચોરી કરતી કુખ્યાત ચીખલીકર ગેંગના સાગરીતોને ક્રાઈમબ્રાન્ચે પકડી પાડ્યા હતા. આ દરમ્યાન ગેંગના સભ્યોએ ભાગવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ આડા વાહનો તથા બુલડોઝર રાખી પોલીસે તેને ઝડપી પાડ્યા હતા.