ખંભાળિયા- ભાણવડ હાઈવે માર્ગ પર અત્રેથી આશરે વીસ કિલોમીટર દૂર ભાણખોખરી ગામના પાટિયા નજીક જીજે-10-બીજી-8519 નંબરની આઈ -20 મોટરકારમાં જઈ રહેલા ભાણવડ તાલુકાના ઘુમલી ગામના રહીશ કાનાભાઈ નારણભાઈ ચાવડા (ઉ.વ. 36) ની મોટરકાર સાથે પૂરઝડપે અને ગફલત રીતે તેમજ અકસ્માતના કારણે માનવ મૃત્યુ થઇ શકે તેમ હોવા છતાં પણ બેફામ રીતે જઈ રહેલા જીજે-10-ટીટી-6655 નંબરના ટ્રકના ચાલક એવા ભાણવડના રાણીવાવ નેસ ખાતે રહેતા પાંચા સુરાભાઈ ચાવડા નામના શખ્સે કાનાભાઈની મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના કારણે મોટરકારમાં વ્યાપક નુકસાની પણ થવા પામી હતી. આ અકસ્માત સર્જી આરોપી ટ્રક ચાલક ટ્રક લઈને નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે કાનાભાઈ ચાવડાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક પાંચા ચાવડા સામે આઈ.પી.સી. કલમ 279, 308, 427 તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.