Monday, December 23, 2024
Homeરાજ્યકલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની હડફેટે પરપ્રાંતિય યુવાનનું કરૂણ મૃત્યુ

કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની હડફેટે પરપ્રાંતિય યુવાનનું કરૂણ મૃત્યુ

- Advertisement -

કલ્યાણપુરથી આશરે બાર કિલોમીટર દૂર કેનેડી ગામે સતવારા સમાજની વાડી સામેના રોડ પરથી જઈ રહેલા મધ્ય પ્રદેશના મૂળ વતની એવા રમેશભાઈ શંકરભાઈ દાવર નામના 28 વર્ષના યુવાનને એક અજાણ્યા મોટરકારના ચાલકે પાછળથી હડફેટે લેતા તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે કેનેડી ગામના અરશીભાઈ રણમલભાઈ ચાવડાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા ફોર વ્હીલર વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ) 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular