Saturday, December 6, 2025
Homeરાજ્યનાના આંબલાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ

નાના આંબલાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા હાજીભાઈ દાઉદભાઈ ગજણ નામના 45 વર્ષના સંધિ મુસ્લિમ યુવાનના નાનાભાઈ સાથે ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર બળી જવા બાબતે આ જ વિસ્તારમાં રહેતા મામદ અલીભાઈ ગજણ અને અકબર અલીભાઈ ગજણ નામના બે શખ્સો સાથે બોલાચાલી થયા બાદ ફરિયાદી હાજીભાઈ આ બંનેને સમજાવવા જતાં તેઓ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી લોખંડનો પાઇપ ફટકારી દેતા તેમને ઇજાઓ થવા પામી હતી.

- Advertisement -

આરોપી શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular