- Advertisement -
ઓખા મંડળમાં સ્થાનિકોને વ્યાપક રીતે કનડગત કરનારી ચકચારી બિચ્છુ ગેંગ ઉપર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કડક હાથે કામગીરી કરી, ગુજસીટોકના કાયદા હેઠળ કુલ 12 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણની તપાસ ખંભાળિયાના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચોધરી તથા તેમની ટીમ સાથે મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવી તેમજ મીઠાપુર પોલીસ સાથે એલ.સી.બી. પી.એસ.આઈ. ગળચર અને તેમની ટીમ દ્વારા ઝડપાયેલા 11 આરોપીઓને ગઈકાલે સોમવારે રાજકોટની ગુજસીટોક કોર્ટ ખાતે આ આરોપીઓને રજુ કરવામાં આવ્યા હતા.
આ અંગેની સુનાવણી બાદ રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ દ્વારા આરોપી લાલુભા સાજાભા સુમણિયા, વનરાજ પાલાભા સુમણીયા, હાજાભા પાલાભા સુમણીયા, રાજેશભા માલાભા સુમણીયા, જગધીશ અનુભા સુમણીયા, માપભા વિરાભા સુમણીયાના તા. 6 જુલાઈ સુધીના તથા આરોપી માલાભા સાજાભા સુમણીયા, નથુભા સાજાભા સુમણીયા, માનસંગભા સાજાભા સુમણીયા, સાવજાભા માનસંગભા સુમણીયા, માનસંગભા ધાંધાભા માણેકના તા. 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
આ પ્રકરણમાં પોલીસ રિમાન્ડ તેમજ વધુ ઉંડાણપૂર્વકની તપાસ બાદ કેટલાક શખ્સોના નામ ખૂલે અને વધુ કેટલાક પ્રકરણ સામે આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
- Advertisement -