દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.જે ચિંતાજનક બાબત છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,073 નવા કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોનાને કારણે 21 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં કોવિડ-19 કેસમાં 45.4 ટકાનો ઉછાળો આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના રસીકરણ 1,97,11,91,329 થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં, 2,49,646 કોરોના રસીકરણ કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં 94420 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 15208 લોકો સાજા થયા છે.
આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42787606 થઈ ગઈ છે. જણાવી દઈએ કે રવિવારે દેશમાં કોરોનાના 11,739 નવા કેસ સામે આવ્યા હતા.નોંધપાત્ર વાત એ છે કે, રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 6,493 નવા કેસ નોંધાયા હતા, જેમાં સંક્રમિત કુલ કેસોની સંખ્યા 79,62,666 થઈ ગઈ હતી અને પાંચ લોકોના મળત્યુને કારણે મળત્યુઆંક 1,47,905 પર પહોંચ્યો હતો. મુંબઈમાં પાંચ દર્દીઓના મોત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે જે કેસ શનિવારે 10012 પોર્ટલમાં ટેકનેકલ ખામીને કારણે મેચ ન થઈ શકયા તે પણ રવિવારના ટેબલમાં ઉમેરવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 24,608 છે. તેમણે જણાવ્યું કે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 77,90,153 થઈ ગઈ છે.