Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલનો વિજય

જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલનો વિજય

21માંથી 15 બેઠકો કબજે કરી : પૂર્વપ્રમુખ લાખાભાઇ કેશવાલાની હાર પરંતુ તેમની પેનલનો વિજય

- Advertisement -

જામનગરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોના પ્રતિષ્ઠીત સંગઠન જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનની કુલ 20 પૈકી 18 બેઠકો માટે શનિવારે મતદાન યોજાયું હતું. જેમાં લાખાભાઇ કેશવાલાની પ્રગતિશીલ પેનલનો વિજય થયો હતો. 21 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં પ્રગતિશીલ ટીમોને 15 બેઠકમાં વિજય મેળવ્યો હતો. જો કે, પૂર્વપ્રમુખ લાખાભાઇ કેશવાલાને હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે તેમની પેનલનો વિજય થયો હતો.

- Advertisement -

જામનગર શહેરની આગવી ઓળખ આપનારા બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોના સંગઠન જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનની શનિવારે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. વર્ષ 2022થી 2025 સુધીની મુદ્ત માટે કારોબારી સમિતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ફેકટરી ઓનર્સ એસો.ની આ મહત્વની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ લાખાભાઇ કેશવાલાની પ્રગતિશીલ પેનલ અને પૂર્વપ્રમુખ રામજીભાઇ ગઢીયાની વિઝન ગ્રુપ પેનલ વચ્ચે જંગ લડાયો હતો. શનિવારે યોજાયેલ મતદાનમાં 90 ટકા જેટલુ જંગી મતદાન થયું હતું. બ્રાસપાર્ટસ વિભાગ, ફાઉન્ડ્રી વિભાગ અને જનરલ વિભાગ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

21 સભ્યોની ચૂંટણીમાં કુલ 1063 માન્ય મતદારમાંથી 917 મત પડતાં 90 ટકા મતદાન થયું હતું. જેમાં બ્રાસપાર્ટસ વિભાગમાં 693માંથી 633, ફાઉન્ડ્રી વિભાગમાં 203 માંથી 188 અને જનરલ વિભાગમાં 122માંથી 96 મત પડયા હતાં.

- Advertisement -

ચૂંટણીમાં પ્રગતિશિલ પેનલ 15 બેઠકો કબજે કરવામાં સફળ રહી છે. જ્યારે વિઝન પેનલને 6 બેઠકો જ મળી હતી. બ્રાસ ફાઉન્ડ્રીની પાંચ બેઠકો માટેની ચૂંટણીમાં એક બેઠક ટાઇ થઇ હતી ત્યારબાદ આખરે ચિઠ્ઠી ઉછાળી પરિણામ નક્કી કરાયું હતું. જેમાં પ્રગતિશિલ પેનલના ઉમેદવારનો વિજય થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular