Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો

ગુરગઢ અને મકનપુર પ્રા. શાળામાં બાળકોને કીટ આપી પ્રવેશ અપાયો

- Advertisement -
રાજ્યભરમાં ગુરૂવારથી ત્રી-દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત ગઈકાલે ગુરૂવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુરગઢ પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ બાળકોને કીટ આપીને પ્રથમ ધોરણમાં પ્રવેશ કરાવ્યો હતો. મકનપુર પ્રાથમિક શાળામાં આરોગ્ય કાર્યાલયના અધિકારી સુબોધ ડી. જોશીએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ધોરણ 3 થી 8 માં શાળામાં પ્રથમ ક્રમે આવેલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં અનુદાન આપનાર દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જોઈ શકાય છે કે બહેનોની સંખ્યા વધુ છે. આપણે ત્યાં કહેવત છે કે એક માં સો શિક્ષકોની ગરજ સારે છે. બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાનું કામ પણ માતા જ કરે છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. આ શાળા મહોત્સવ અંતર્ગત ગામના 30 બાળકોને ધોરણ 1 માં અને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ધોરણ 1 માં બાળકો ખુશી ખુશી પ્રવેશ લઈ રહ્યા છે તેમનો શ્રેય આંગણવાડીના બહેનોને જાય છે. સારા જીવન માટે શિક્ષણનું ઘણું જ મહત્વ છે. માત્ર શિક્ષણ જ નહીં પણ શિક્ષણની સાથે સાથે રમત – ગમતનું પણ એટલું જ મહત્વ છે. બાળકો અભ્યાસની સાથે સાથે રમત – ગમતમાં પણ આગળ વધે તેવી શુભકામના પાઠવું છે.
આ પ્રસંગે મકનપુર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કાર્યાલયના અધિકારી સુબોધ ડી. જોશીએ પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તેમણે શાળા પરિસરનું નિરીક્ષણ પણ કર્યું હતું. કાર્યક્રનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત ગુરગઢ અને મકનપુર પ્રાથમિક શાળા ખાતે સરપંચ, લાયઝન અધિકારી સહિતના આગેવાનો, પદાધિકારીઓ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular