- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં તાજેતરમાં રૂપિયા 30,000 ની કિંમતના એક મોટરસાયકલની ચોરી સંદર્ભેની ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોંધાવવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ દ્વારા ગઈકાલે હાથ આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભારવાડીયા તથા અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના માર્ગ પરથી મોટરસાયકલ પર બેસીને પસાર થતા અને પોરબંદરથી જામનગર તરફ જવા નીકળેલા એક કિશોરને ભાણવડના ચાર પાટીયા નજીકથી અટકાવી અને પૂછપરછ કરતા કાયદાથી સંઘર્ષિત આ કિશોરે ધારાગઢ ગામે થયેલી વાહન ચોરીની કબૂલાત આપી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલા આવેલી વધુ પૂછપરછમાં જામનગરના દરેડ વિસ્તારમાંથી એક હીરો સ્પ્લેન્ડર બાઈકની પણ તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે બંને વાહનો કબજે કરી, કાયદાકીય સંઘર્ષિત કિશોરનો કબજો ભાણવડ પોલીસને સોંપ્યો હતો.
- Advertisement -