સૌરાષ્ટ્રમાં સૌથી વધુ શાખાઓનું માળખું ધરાવતી તેમજ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના ગ્રામીણ વિકાસને સમર્પિત સંપૂર્ણ સરકારી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની 257 મી શાખાનો શુભારંભ સોમવાર તા. 20 જૂનથી ખંભાળિયા નજીકના હર્ષદપુર ખાતે કરવામાં આવનાર છે.
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખાને દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષ સ્થાને
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની રાજકોટ સ્થિત વડી કચેરીના અધ્યક્ષ મનોજકુમાર કલમઠેકર ખાસ ઉપસ્થિત રહેશે.
ખંભાળિયા શહેરમાં સલાયા ફાટકથી આગળ નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે પ્રારંભ થતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની આ બ્રાન્ચના મંગલ પ્રારંભ પ્રસંગે સોમવારે સવારે દસ વાગ્યે ઉપસ્થિત રહેવા નગરજનોને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના જામનગર રીજીયનના રીજીયોનલ મેનેજર એ.સી. મેહતાની યાદીમાં જણાવાયું છે.