જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા પ્રોઢને ગત તારીખ 12 જુન ના રોજ છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ , જામનગર શહેરમાં નવાગામઘેડમાં રહેતા સામજીભાઇ છગનભાઈ વાઘેલા (ઉ.વ.55) નામના પ્રોઢને ગત તારીખ તારીખ 12 જુન ના રોજ છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓને અગાવ બે વખત હ્રદય રોગનો હુમલો પણ આવ્યો હોય ગઈકાલે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે શૈલેશભાઈ દ્વારા જન કરતા હે.કો. જે એચ મકવાણા દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.