Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાલારના પાંચ મામલતદાર અને બે નાયબ મામલતદારની બદલી

હાલારના પાંચ મામલતદાર અને બે નાયબ મામલતદારની બદલી

- Advertisement -

ગુજરાત સરકારના રેવન્યુ ડિર્પાટમેન્ટ દ્વારા રાજયના મામલતદાર અને નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. જામનગર અને દ્વારકાના પાંચ મામલતદાર મળી રાજયના કુલ 110 મામલતદાર તથા જામનગર અને દ્વારકાના બે નાયબ મામલતદાર મળી કુલ 40 નાયબ મામલતદારની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગર જિલ્લાના જોડિયાના મામલતદાર ડી.ડી.પરમારની પાટણ શહેરના મામલતદાર તરીકે, જામનગર ગ્રામ્યના મામલતદાર ડી.એમ.બગસારિયાની સુરત શહેર (મજૂરા)ના મામલતદાર તરીકે, જામનગર જિલ્લાના કાલાવડના મામલતદાર એમ.પી.કતીરાની સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મામલતદાર તરીકે, જામનગર જિલ્લાના ધ્રોલના મામલતદાર બી.એન.કણઝારીયાની ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના મામલતદાર તરીકે તથા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના મામલતદાર કે.જી.લુક્કાની રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી(રૂડા) રાજકોટના મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના મામલતદાર બી.ટી.સવસાણીને જામનગર ગ્રામ્ય મામલતદાર તરીકે, અમરેલી જિલ્લાના બાબરાના મામલતદાર બી.એમ.રેવાલને કાલાવડના મામલતદાર તરીકે, સુરેન્દ્રનગરના મામલતદાર એ.એસ.ઝાપડાને ધ્રોલના મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત જામનગરના ડે.મામલતદાર વિક્રમ વારૂને દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મામલતદાર તરીકે અને જામનગરના ડે.મામલતદાર હરદિપસિંહ જાડેજાને અમદાવદા શહેરના વિજલપુરના મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular