Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બે ઈંચ વરસાદ, વિજળી પડતા ત્રણ બળદના મોત

જામનગર જિલ્લામાં બે ઈંચ વરસાદ, વિજળી પડતા ત્રણ બળદના મોત

જામનગર શહેરમાં એક ઈંચ, જામજોધપુરમાં સવા, ધુનડામાં બે ઈંચ પાણી પડયું : પીઠડમાં બે અને મોટા વડિયામાં એક બળદનું વીજળી પડતા મોત

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં રવિવારે પલ્ટાયેલા હવામાન બાદ મેઘરાજાનું આગમન થયું હતું. જામનગર શહેરમાં સોમવારે એક ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. જેના કારણે હાપા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળી જતાં નુકસાન થયું હતું તેમજ જામજોધપુર માર્કેટીં યાર્ડમાં પડેલી પાંચ થી છ હજાર જેટલી મગફળીની ગુણીઓ પડી હતી. જેમાંથી 100 ગુણીઓ વરસાદમાં તણાઈ ગઈ હતી.

- Advertisement -

રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે અને જામનગર તથા દ્વારકા જિલ્લામાં સોમવારે સામાન્ય ઝાપટાંથી લઇને બે ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. જો કે, મોસમના પ્રથમ વરસાદમાં અનાજમાં નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા છે. જામનગર શહેરમાં સોમવારે સવારથી બદલાયેલા હવામાન વચ્ચે મોસમનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. ધીમી ધારે વરસેલા મેઘરાજાએ એક ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું. મોસમના પ્રથમ અને સામાન્ય પડેલા વરસાદને કારણે હાપા માર્કેટીંગયાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો હતો. જ્યારે શહેરના પોશ વિસ્તાર એવા જોગસપાર્કથી ડોમીનોઝ પીઝા તરફ જવાના માર્ગ પર વર્ષો જૂની વિશાળ વૃક્ષ ધરાશાયી થવાથી વાહનો દબાઇ ગયા હતાં અને વીજપોલમાં પણ નુકસાન થયું હતું. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. પ્રથમ વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાઈ જતાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી ઉપર રાબેતા મુજબ જ અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા હતાં. માત્ર બે છાંટા પડે અને વીજપૂરવઠો જતો રહે છે. આ કેવી પ્રિ-મોન્સૂન કામગીરી ? જામનગર શહેરમાં એક ઈંચ અને તાલુકા વિસ્તારોમાં વસઈમાં પોણો ઈંચ, લાખાબાવળ, ફલ્લા, દરેડમાં અડધો-અડધો ઈંચ, ધુતારપરમાં સામાન્ય ઝાપટા પડયા હતાં.

જ્યારે જામજોધપુર પંથકમાં આ વર્ષે મેઘરાજા પ્રારંભથી મહેરબાન રહ્યા છે. સોમવારે વધુ સવા ઈંચ પાણી વરસ્યું હતું તેમજ જામજોધપુરના ધુનડા ગામમાં બે ઈંચ જેટલું પાણી પડયાના અહેવાલ છે અને જામવાડીમાં પોોણ ઈંચ તથા પરડવામાં અડધો ઈંચ વરસ્યો હતો. જામજોધપુર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ગોપ, ધુનડા, સણોસરી, રબારીકા, વડિયા સહિત અનેક વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા પછીના સમયગાળામાં દોઢથી બે ઈંચ વરસાદ થયેલ હતો. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વરસાદથી મગફળી તણાઈ ગઈ હતી. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ યાર્ડમાં કુલ પાંચથી છ હજાર ગુણી મગફળી હતી જેમાં આશરે 100 ગુણી મગફળી તણાઈ જવા પામેલ જે તણાઈ ગયેલ મગફળીમાંથી અમુક મગફળીમાંથી અમુક મગફળી યાર્ડની દિવાલ પાસે એકઠી થઈ હતી.

- Advertisement -

તેમજ લાલપુરમાં ઝાપટાંરૂપે અડધો ઈંચ પાણી પડયું હતું અને પીપરટોડામાં તથા ડબાસંગમાં અડધો-અડધો ઈંચ અને ભણગોરમાં જોરદાર ઝાપટાં પડયા હતાં. ધ્રોલના લૈયારામાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું તથા કાલાવડ તાલુકાના મોટા વડાળામાં અડધો ઈંચ અને બેરાજામાં સામાન્ય ઝાપટું પડયાના અહેવાલ છે. ઉપરાંત જોડિયા તાલુકાના પીઠડ ગામમાં આકાશી વીજળી પડતા બે બળદના મોત અને જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં વીજળી પડતા એક બળદનું મોત થયાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular