જામનગર પીજીવીસીએલ દ્વારા આજરોજ સતત બીજા દિવસે વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર શહેરના બેડી, નવાગામઘેડ, ભીમવાસ, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વિજચેકિંગથી વિજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
પીજીવીસીએલ દ્વારા ગઇકાલથી ફરી વિજ ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. વિજચોરીના નાથવા પીજીવીસીએલ દ્વારા કમર કસવામાં આવી છે. થોડા દિવસના વિરામ બાદ ગઇકાલથી ફરી પીજીવીસીએલ દ્વારા વિજચોરો પર તવાઇ બોલાવી છે. ગઇકાલે 38 લાખથી વધુની વિજચોરી ઝડપયા બાદ આજે પટેલ કોલોની સબ ડિવિઝન, સેન્ટ્રલ ઝોન અને દરબારગઢ સબ ડિવિઝન હેઠળના બેડી, નવાગામઘેડ, ભીમવાસ, મેઘવારવાસ, રામવાડી, ગુલાબનગર, રવિપાર્ક સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની 35 ટુકડીઓ દ્વારા વિજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજચેકિંગ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 21 એસઆરપી જવાનો, 13 સ્થાનિક પોલીસ તેમજ આઠ એક્સ આર્મીમેન સહિતની ટીમોને સાથે રાખવામાં આવી હતી.