જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં બીમારી સબબ સારવાર લઇ રહેલા વૃધ્ધાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરની જી. જી. હોસ્પિટલમાં જયાબેન (ઉ.વ.65) નામના વૃધ્ધાને પગના સોજાની બીમારી સબબ અહીંં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું રવિવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઇ એ.બી. સપિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.