ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સમીર સલુ સુંભણીયા નામના મુસ્લિમ વાઘેર યુવાને આ વિસ્તારમાં રહેતી એક યુવતીને તેનો મોબાઈલ નંબર અવાર-નવાર આપતો હતો. તેમ છતાં પણ તેણી લેતી ન હોવાથી આ યુવતીના સંબંધી એવા સલાયામાં જુના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા સમીર ઈસ્માઈલ રાજા (ઉ.વ. 20) દ્વારા સમીર સુંભણીયાને ઠપકો આપવામાં આવ્યો હતો.
આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી સમીર સાથે આવેલા શહેજાદ ઉર્ફે શેજુ હનીફભાઈ સુંભણીયા, કાસમ ઊર્ફે ડાડો આદમભાઈ સંઘાર તથા આશરે સાડા સત્તર વર્ષનો અભ્યાસ કરતો એક તરુણ પોતાના હાથમાં ધાતુની મુઠ, છરી તથા હોકી લઈને ધસી આવ્યા હતા.
આરોપી શખ્સોએ ફરિયાદી સમીરભાઈને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર બનાવ અંગે સમીર રાજાની ફરિયાદ પરથી વિદ્યાર્થી તરૂણ સહિત ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. એ.એમ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.