જામનગરમાં ડીકેવી કોલેજ નજીક આવેલ લાલવાણી પાન પાસે આજે બપોરે ભારે પવનના કારણે ઝાડની ડાળી ધરાશાહી થઇ હતી. જેના પરિણામે વાહન વ્યવહારને મુશ્કેલી સર્જાઇ હતી.
ત્યારબાદ તંત્ર દ્વારા માર્ગ વ્યવહાર બંધ કરી ઝાડની અન્ય ડાળીઓ કાપવાની તથા માર્ગ પર રહેલ ડાળી હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.