આદિત્ય એન્ટરપ્રાઇઝ દ્વારા અનિયમિત પગાર અને નોન પીએફ પગાર સહિતના પ્રશ્ર્ને કંપનીના કર્મચારીઓ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું છે કે, આદિત્ય એન્ટરપ્રાઇઝ દ્વારા રન-વે ટેકસી ટ્રેક અને એટીસીની આસપાસના વિસ્તારમાં રન-વે ક્લિનીંગ અને જંગલી વનસ્પતિના વિકાસનો કોન્ટ્રાકટ મેળવ્યો હોય, કંપની હેઠળ કામ કરતાં કેઝયુઅલ લેબર દ્વારા કંપની દ્વારા થતાં અનિયમિત પગાર અને નોન પીએફ પેમેન્ટ સહિતના મુદ્ે કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.