Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશહેરીજનોને મોતના મુખમાં ધકેલી દેતું જામનગરનું ઢોર તંત્ર...-VIDEO

શહેરીજનોને મોતના મુખમાં ધકેલી દેતું જામનગરનું ઢોર તંત્ર…-VIDEO

ચૌહાણ ફળી નજીક થોડા સમય અગાઉ મહિલા ઉપર પશુનો જીવલેણ હુમલો : ઘટના બાદ મહાપાલિકાનું તંત્ર હરકતમાં : રોજમદારોને તંત્રએ છાનામુના હટાવી લીધા !! : આ જ વિસ્તારમાં ગુરૂવારે સિનિયર સીટીઝનને પશુએ હડફેટે લીધા

- Advertisement -

જામનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ સતત વધતો જાય છે. તંત્ર પણ દેખાડા પૂરતી કામગીરી કરીને બેસી જાય છે. ત્યારે છાશવારે આ પશુઓના ત્રાસના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા મામલે લાંબા ગાળાની અને નકકર યોજના બનાવી જોઇએ તેવી લોકમાંગણી ઉઠી રહી છે.

- Advertisement -

ધીમે ધીમે કાયમી અને ગંભીર સમસ્યા બનવા તરફ પ્રયાણ કરી રહેલી શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓ સમયાંતરે લોકોને હડફેટે લેતા હોય છે. આ સમસ્યા શહેરના અનેક વિસ્તારોમાં ગંભીર રીતે વકરી રહી છે.

- Advertisement -

મહાનગરપાલિકાના તંત્ર દ્વારા થોડા સમય અગાઉ જટિલ સમસ્યાના કામચલાઉ નિરાકરણના ભાગરૂપે રોજમદારો રાખી શહેરમાં પશુઓના હુમલા અટકાવવાનો વામળો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસના પ્રારંભ બાદ થોડા દિવસો પછી શહેરના રાજમાર્ગો પર રખડતા પશુઓને દુર કરતા આ રોજમદારો કયારે ગુમ થઈ ગયા ? તે પ્રજાને ખબર જ નથી. મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા શહેરમાં રખડતા પશુઓ શહેરીજનોને હડફેટે લેવાની ઘટનાઓ વધી જવાથી રાજમાર્ગો પર રખડતા પશુઓને ખદેડવા માટે 30 રોજમદારો રાખવામાં આવ્યાં હતાં. પરંતુ, આ 30 રોજમદારો કયારે શહેરના રાજમાર્ગો પરથી હટાવી લેવામાં આવ્યા ?

આમ તો વર્ષોથી મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે. ત્યારે જામનગર શહેરની ગંભીર અને જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કમિશનર અને હોદ્ેદારોને ગંભીરતા જ નથી. શહેરમાં પશુઓએ હડફેટે લીધાની અનેક ઘટનાઓ બની ગઈ છે. આ ઘટનાઓમાં ચૌહાણફળી વિસ્તારમાં જ એક મહિલા ઉપર પશુએ જીવલેણ હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ જ વિસ્તારમાં ફરીથી ગુરૂવારે ચૌહાણફળી વિસ્તારમાં મનસુખભાઈ નામના 75 વર્ષના સિનિયર સીટીઝનને રોડ પર રખડતા પશુએ હડફેટે લઇ હુમલો કરતાં માથામાં તેમજ આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

દુ:ખદ બાબત એ છે કે, આ જ વિસ્તારમાં થોડા સમય અગાઉ એક મહિલા ઉપર રખડતા પશુએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યા બાદ શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પશુઓના હુમલાની ઘટના અટકાવવા માટે મ્યુ. કમિશનરે રોજમદારો રાખી હુમલા અટકાવવાનો વામળો અને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. થોડાં દિવસો બાદ આ રોજમદારોને શહેરના રાજમાર્ગો પરથી કોઇપણ કારણસર હટાવી લેવામાં આવ્યા છે. આ રોજમદારો હટયા બાદ ગુરૂવારે ફરીથી એક રખડતા પશુએ સિનિયર સીટીઝન ઉપર હુમલો કરતા મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક પ્રશ્ર્નો ઉભા થાય છે. શું મહાનગરપાલિકાના તંત્રને પ્રજાની સલામતીમાં રસ નથી ? કે પછી શહેરીજનોને જાણી જોઇને ભગવાન ભરોસે નહીં પરંતુ, અબોલ પશુઓના ભરોસે છોડી દેવામાં આવે છે!!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular