Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં છકડા સાથે અકસ્માતના નામે પૈસા પડાવ્યાની બે ફરિયાદ નોંધાઇ

જામનગરમાં છકડા સાથે અકસ્માતના નામે પૈસા પડાવ્યાની બે ફરિયાદ નોંધાઇ

બે દિવસ પૂર્વે સિટી સી ડિવિઝન પોલીસે બે શખ્સોને દબોચ્યા : પૂછપરછ દરમિયાન બે છકડા ચાલક આ ગેંગનો ભોગ બન્યા : વધુ ગુનાઓ ખુલવાની શકયતા

- Advertisement -

જામનગર શહેરમાં પૂર્વ આયોજિત કાવતરુ રચી વાહનો સાથે અકસ્માત કરી ફરિયાદનો ભય બતાવી લોકો પાસેથી નાણાં પડાવતા બે શખ્સો વિરૂધ્ધ જુદી જુદી બે ફરિયાદો નોંધવામાં આવી છે. પોલીસે બે દિવસ પૂર્વે આ બન્ને શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી રામનગર વિસ્તારમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ગુલામે મુસ્તફા ઉર્ફે લાલુ બોદુ બ્લોચ અને સદામ આદમ ખીરા નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં. આ બે શખ્સો સહિતના શખ્સો અન્ય વાહનો સાથે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે એકસીડેન્ટ કરી અને પોલીસ ફરિયાદની બીક બતાવી લોકો પાસેથી નાણાં પડાવતા હતાં. પોલીસે આ બન્નેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન બે મહિના પહેલાં સાંઢીયા પુલ પાસેથી જીજે-10-ટીવી-1560 નંબરની રીક્ષા લઇને જતા માણસુર ખીમા બગડા નામના યુવાન સાથે ધવલ, મિહીર નામના બે શખ્સોએ તેમની જીજે-10-બીપી-9071 નંબરના બાઈક પર રોંગસાઈડમાં આવી રીક્ષા સાથે અકસ્માત કરી પોલીસ ફરિયાદનો ભય બતાવી બાઈકમાં તથા મોબાઇલમાં નુકસાનીના રૂપિયા પડાવવા માટે ગુલામે મુસ્તુફા ઉર્ફે લાલુ અને હાજી હમીદ ખફી અને મીહિર, ધવલ સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી માણસુર પાસે રૂા.60 હજાર બળજબરી પૂર્વક પડાવ્યા હતાં. પોલીસ ફરિયાદના ભયથી માણસુરે આ અંગે જાણ કરી ન હતી.

તેમજ 20 દિવસ પૂર્વે બપોરના સમયે શંકરટેકરી રામનગર વિસ્તારમાંથી ભરત આલા ચોપડા નામનો યુવાન તેની જીજે-10-ટીવી-0808 નંબરની રીક્ષામાં જતો હતો ત્યારે નવસાદ અને ગુલામે મુસ્તુફા ઉર્ફે લાલુ નામના બે શખ્સોએ અકસ્માતની ફરિયાદનો ભય બતાવી બાઇક અને મોબાઇલની નુકસાનીના રૂા.25000 બળજબરીપૂર્વક પડાવ્યા હતાં.

- Advertisement -

આ બન્ને ગુનાઓ પોલીસે ધરપકડ કરેલા ગુલામે મુસ્તફાએ આચર્યા હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે ભોગ બનનાર બન્ને યુવાનોના નિવેદનના આધારે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ આર.એલ. ઓડેદરા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular