જામનગર શહેરમાંથી જામનગર એલસીબીએ એક શખ્સને ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ગત તા.25 મે ના રોજ જામનગર એસ ટી ડેપોમાં ફરિયાદી મહેશભાઈ માલજીભાઈ મકવાણા સુતા હોય તે દરમિયાન તેઓના ખીસ્સામાંથી એક શખ્સ મોબાઇલ ફોનની ચોરી કરી લઇ ગયો હતો. આ શખ્સ અંગે એસટી ડેપો રોડ બેંક ઓફ બરોડા પાસે હોવાની એલસીબીના હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ તલવાડિયા, સંજયસિંહ વાળાને મળેલ બાતમીના આધારે આરોપી મંગળ કાળુભાઈ વઢીયાર નામના શખ્સને એસ.ટી. ડેપો રોડ, બેંક ઓફ બરોડા પાસેથી રૂા.3000 ની કિંમતના મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.