Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં છ ઘરફોડ ચોરી સહિત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 68 ગુનાનો આરોપી...

જામનગરમાં છ ઘરફોડ ચોરી સહિત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 68 ગુનાનો આરોપી ઝડપાયો

સિટી સી ડીવીઝન પોલીસને સફળતા : પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી લીધો: રૂા.3,39,850 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં થયેલ અલગ અલગ છ ઘરફોડ ચોરી, બે વાહનચોરી કરનાર નાસતો ફરતો તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 68 ગુનાઓમાં સંડોવાયેલ અને મહારાષ્ટ્રના ભાગ્યનગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર કેદીને શોધી કાઢવા છેલ્લાં છ મહિનાથી જામનગર પોલીસ વોચ રાખી રહી હતી. તેના મુમેન્ટ ઉપર વોચ રાખ ટેકનિકલ ડેટા મેળવી તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીને જામનગર સીટી સી ડીવીઝન પોલીસે રાજસ્થાન એસડીએમ કચેરી ખાતેથી સોના-ચાંદીના મુદ્દામાલ સાથે ઝડપી લેતા સિટી સી ડીવીઝન પોલીસને સફળતા મળી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં થયેલ અલગ અલગ કુલ છ ઘરફોડ ચોરી તથા બે વાહનચોરી કરી નાસતો ફરતો તથા ભાગ્યનગર, મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાનો ફરારી આરોપી તેમજ મહારાષ્ટ્રના પરભણી પોલીસ સ્ટેશનના કેદી જાપ્તામાંથી ફરારી આંતરરાજ્ય આરોપી રાહુલ ઉર્ફે પંડિતસિંહ સન/ઓ બાદલ ઉર્ફે ધરમસિંહ બંજારાને છેલ્લાં છ મહિનાથી જામનગર સિટી સી ડીવીઝન પોલીસ સર્વેેલન્સ અને આરોપીની ટેકનિકલ એનિલિસીસના આધારે શોધખોળ કરી રહી હોય, આ દરમિયાન સર્વેલન્સ સ્કવોર્ડના પો.કો. રવિભાઈ શર્મા તથા વિજયભાઈ કાનાણીને આરોપી રાજસ્થાન એસડીએમ કચેરી ખાતે આવવાનો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા નાયબ અધિક્ષક જે.એસ. ચાવડાની સુચના અને સિટી સી ડીવીઝનના પીઆઈ કે.એલ. ગાધે તથા પીઆઈ પી.પી.ઝા ના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.એલ. ઓડેદરાને પોતાની ટીમ સાથે રાજસ્થાન રવાના થઈ રાજસ્થાન એસડીએમ કચેરી ખાતેથી રાહુલ ઉર્ફે પંડિતસિંહ સન/ઓ બાદલ ઉર્ફે ધરમસિંહ બંજારાને ઝડપી લીધો હતો અને કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવી આરોપીને રાજસ્થાનથી જામનગર લાવ્યા હતાં તેમજ અલગ-અલગ વિસ્તારમાં ચોરીનો રૂા. 3,39,850 નો મુદ્દામાલ રીકવરી કર્યો હતો.

- Advertisement -

અટકાયત કરેલ આરોપીએ પૂછપરછ દરમિયાન જામનગર શહેર વિસ્તારની રેકી કરી દિવસ દરમિયાન બંધ ટેનામેન્ટ જોઇ બાદમાં સહઆરોપીઓ અન્ય જગ્યાએથી મોટર સાઈકલ ચોરી કરી ઘરફોડ ચોરી આચરતા અને આ ચિટલીગર આરોપીની મુખ્ય ઓપરેડી બંધ ઘરના નકૂચા તોડી ચોરી કરતા હોવાની અને રાત્રિના 3 થી 5 દરમિયાન શિયાળાની ઋતુમાં ચોરી કરતા હોવાની પૂછપરછ દરમિયાન કેફિયત આપી હતી. આરોપી વિરૂધ્ધ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 68 ગુના નોંધાયા હતાં.

આરોપી પાસેથી રૂા.2,34,500 ની કિંમતના 56 ગ્રામ 700 મીલીના સોનાના કંગન, રૂા.12,400 ની કિંમતની ત્રણ ગ્રામની સોનાની મોટી બુંટી, રૂા.9700 ની કિંમતની 2 ગ્રામ 340 મીલીની નાની બુંટી, રૂા.500 ની કિંમતની સોનાની નાકની બાલી, રૂા.250 ની કિંમતની નાકની સોનાની નળી, રૂા.15200 ની કિંમતની સોનાની બુંટી, રૂા.8000 ની કિંમતની સોનાની માળાનો કટકો, રૂા.42600 ની કિંમતના એક કિલો 93 ગ્રામ ચાંદીના બિસ્કીટ તથા રૂા.16,700 ની કિંમતનું 430 ગ્રામ પરચૂરણ ચાંદી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ કાર્યવાહી સિટી સી ડીવીઝનના પીઆઈ કે.એલ. ગાધે, પીઆઈ પી.પી.ઝા, ડી સ્ટાફના પીએસઆઈ આર.એલ. ઓડેદરા, ઉદ્યોગ પોલીસ ચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ, હેકો જાવેદભાઈ વગગોર, પ્રદિપસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, પ્રવિણભાઈ ખોલા, ફેઝલભાઈ ચાવડા, પો.કો. રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી, વિજયભાઈ કારેણા, હિતેન્દ્રસિંહ જાડેજા, ખીમશભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular