ભારતના સંગીત જગતમાંથી દુ:ખદ સમાચાર આવ્યા છે, પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું નિધન થયું છે. તે કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા પરંતુ કોન્સર્ટ પછી તેમની તબિયત અચાનક બગડી અને તે ઢળી પડ્યા હતા. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ કેકેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેમની ઉંમર 53 વર્ષ હતી.