Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરઆજથી કાર્યરત થયો જામ્યુકોનો ફલડ કંટ્રોલ રૂમ

આજથી કાર્યરત થયો જામ્યુકોનો ફલડ કંટ્રોલ રૂમ

30 નવેમ્બર સુધી રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે : ચોમાસા દરમિયાન શહેરીજનોને કરશે સહાયતા

- Advertisement -

ભારતમાં ચોમાસાનો પ્રારંભ થતાં જ જામનગર મહાપાલિકાનું તંત્ર પણ સજ્જ થયું છે. મહાપાલિકાના ફાયર ટર્મીનલ સ્ટેશનમાં આજથી સતાવાર રીતે ફલડ ક્ધટ્રોલ રૂમને કાર્યરત કરવામાં આવ્યો છે. દરરોજ ત્રણ સીફટમાં રાઉન્ડ ધ કલોક ચાલનારા ક્ધટ્રોલ રૂમનું ઉદઘાટન મેયર બીનાબેન કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આગામી 30 નવેમ્બર સુધી કાર્યરત રહેનારા આ ક્ધટ્રોલ રૂમમાં એક ઈજનેર, કલાર્ક અને પટાવાળાની ફાળવણી કરવામાં આવી છે. કંટ્રોલ રૂમ સીધા કમિશનરના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવશે. ચોમાસા દરમિયાન આ કંટ્રોલ રૂમ અંતર્ગત શહેરના કુલ 16 વોર્ડમાં સિફટવાઈઝ બે નાયબ કાર્યપાલક ઈજનેરની દેખરેખ હેઠળ 16 એન્જીનિયર, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્યની ટીમ, સોલિડ વેસ્ટ શાખાની ટીમ, આરોગ્યની ટીમ ફરજ બજાવશે. ભારે વરસાદને કારણે જે પણ વિસ્તારમાં પાણી ભરાવવાની કે અન્ય કોઇ સમસ્યા સર્જાશે ત્યાં સ્થળાંતરથી માંડીને ફુડ પેકેટ વિતરણ સુધીની વ્યવસ્થા આ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે. ચોમાસા દરમિયાન કોઇપણ સ્થળે અકસ્માત કે મુશ્કેલી સર્જાય તો ફોન નં.0288-2770515, 0288 -2672208, 90998 24101, 90991 12101 નંબર ઉપર ફરિયાદ અથવા તો જાણ કરવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. ફલડ કંટ્રોલના ઉદઘાટન સમયે મેયર ઉપરાંત સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, ડે. મેયર તપન પરમાર, મ્યુ. કમિશનર વિજય ખરાડી, ઈન્ચાર્જ સીટી ઈજનેર ભાવેશ જાની, નાયબ કમિશનર વસ્તાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular