Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 60 કિ.મી.ની ઝડપે વાવાઝોડા રૂપી તોફાની પવન ફૂંકાયો

જામનગરમાં 60 કિ.મી.ની ઝડપે વાવાઝોડા રૂપી તોફાની પવન ફૂંકાયો

તોફાની પવનના કારણે શહેરના મેહુલનગર વિસ્તારમાં વધુ એક વૃક્ષ ધરાશાઇ થયું: ફાયર તંત્રની કવાયત

- Advertisement -

જામનગરમાં છેલ્લાં બે ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાવાના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે પરંતુ તેની સાથે ભારે પવનથી મુશ્કેલીમાં પણ વધારો થયો છે. તાજેતરમાં જી. જી. હોસ્પિટલમાં એક વૃક્ષની ડાળી ધરાશાયી થતાં વાહનોને નુકસાન થયું હતું. ત્યારબાદ ગઈકાલે મેહુલનગર વિસ્તારમાં એક ધરાશાયી થતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ભારે પવનને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આજે પણ ભારે પવન ફુંકાયો હતો. તેમજ લઘુતમ તાપમાન 27.5 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી નોંધાયું હતું.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન તેમજ આજે સવારે પણ પ્રતિ કલાકના 60 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડા રૂપી પવન ફૂંકાયો હતો, અને શહેરમાં ઠેરઠેર કાગળ કચરા ઉડયા હતા. વાહનચાલકોએ પણ પરેશાની વેઠવી પડી હતી. સવારે ભારે પવનને કારણે મેહુલનગર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થઇ જતાં એક રહેવાસીના મકાનનો ગેઇટ દબાયો હતો.જેથી ફાયર તંત્ર દોડતું થયું હતું, અને ઝાડની ડાળીઓ દૂર કરી હતી.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે જેના કારણે કેટલાક ઝાડ પડી જવાના કિસ્સાઓ બની રહ્યા છે. એટલૂં જ માત્ર નહીં શહેરમાં કાગળ કચરા અને ધૂળની ડમરીઓ ઊડી રહી હોવાથી વાહન ચાલકોને પણ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -

જામનગરના મેહુલનગર વિસ્તારમાં સવારે પ્રતિ કલાકના 60 કિ.મીની ઝડપે ફૂંકાયેલા તોફાની પવનના કારણે 80 ફુટ રોડ પર રહેતા કાંતિભાઈ વસરાના રહેણાંક મકાનના મુખ્ય દરવાજા ઉપર ઝાડ ધરાશાયી થઈ ગયું હતું, અને દરવાજો દબાયો હતો. જે અંગેની ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તુરંત દોડી ગઈ હતી, અને ઝાડની ડાળીઓ દૂર કરી હતી. સદભાગ્યે જાનહાનિ થઇ ન હતી.

જામનગર શહેર અને જિલ્લાના છેલ્લા ત્રણ દિવસથી પ્રતિ કલાકના 50 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડા રૂપી તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. સાથો સાથ ગરમીનો પારો પણ બે ડિગ્રી નીચે સરકયો હોવાથી બપોરે અંગ દઝાડતી ગરમીમાં પણ થોડી રાહત જોવા મળી છે. પવનની તીવ્રતા વધી ને 60 કિ.મી.ની ઝડપે થઇ ગઇ હોવાથી મીની વાવાઝોડા રૂપી દ્રશ્યો જોવા મળ્યા હતા.

- Advertisement -

જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 55થી 60 કિ.મી.ની ઝડપે રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular