Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સIPL : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ગુજરાત ટાઇટન્સે’ વગાડયો ડંકો...

IPL : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ગુજરાત ટાઇટન્સે’ વગાડયો ડંકો…

- Advertisement -

આઇપીએલમાં આ વર્ષે પ્રથમ વખત જ એન્ટ્રી મેળવનાર ગુજરાત ટાઇટન્સની ટીમે ઇતિહાસ રચ્યો છે. ધમાકેદાર પર્ફોમન્સ દ્વારા કવોલિફાયર રાઉન્ડમાં ટોપ કર્યા બાદ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી આઇપીએલ ટ્રોફી જીતી લીધી છે. અમદાવાદમાં રમાયેલા ફાઇનલ નિહાળવા ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત જામનગરથી સદગુરૂ પણ ઉપસ્થિત રહયા હતા. ગુજરાના કેપ્ટન હાર્દિક પંડયાને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. જયારે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારના રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર યર્જુર્વેન્દ્ર ચહલને પર્પલ કેપ આપવામાં આવી હતી.હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને આઇપએલ 2022નો ખિતાબ પોતાના નામે કર્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા રાખવામાં આવેલા 131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 133 રન બનાવીને ફાઈનલ મુકાબલો પોતાના નામે કરી લીધો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. હાર્દિક પહેલા બોલિંગમાં 3 વિકેટ બાદ બેટિંગમાં પણ 34 રનની ઈનિંગ રમ્યો હતો. પોતાની ડેબ્યુ સીઝનમાં જ જીત નોંધાવનારી હાર્દિક પંડ્યા એન્ડ કંપનીને ચમકદાર ટ્રોફીની સાથે પ્રાઈઝ મની તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. ઉપ વિજેતા રાજસ્થાન રોયલ્સને 12.5 કરોડ જ્યારે ત્રીજા નંબરે રહેનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ચોથા નંબરે આવનારી લખનૌ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ રૂપિયા મળ્યા છે. હાર્દિક પંડ્યાએ આઇપીએલમાં પહેલી વખત કેપ્ટનશિપ કરવાની સાથે ટીમને ચેમ્પિયન બનાવી છે. મેચની વાત કરીએ તો સ્કોરિંગ ફાઈનલ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સૈમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની ટીમ ધાર્યું પ્રદર્શન ન કરી શકી અને 9 વિકેટમાં 130 રન જ બનાવી શકી. ટીમ તરફથી ઓપનર જોસ બટલર સૌથી વધારે 39 રનની ઈનિંગ રમ્યા. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધારે 3 વિકેટ લીધી. સ્પિનર સાઈ કિશોરના ખાતામાં 2 વિકેટ ગઈ. મોહમ્મદ શમી, યશ દયાલ અને લોકી ફર્ગ્યુસનની ઝોળીમાં 1-1 વિકેટ ગઈ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular